તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રાણાવાવ પંથકમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું, રોગચાળો ફેલાતો અટકાવવા અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધવો

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ પંથકમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. રોગચાળો ફેલાતો અટકાવવા અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધવા અપીલ કરાઈ હતી.રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ખીસરીયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વાડી વિસ્તારમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. પ્રતી વીઘામાં આશરે 15 હજારથી લઈને 20,000 રૂપિયા સુધીનો ખર્ચ ખેડૂતોને થઈ રહ્યો છે.

ડુંગળીના ભાવ આસમાને ગયા છે ત્યારે સારા ભાવની આશાએ મોંઘા પાડુ બિયારણની ખરીદી કરી દવાનો છંટકાવ કરી ખેડૂતો સારા ભાવની આશાએ ડુંગળીના પાકનું વાવેતર કરી રહ્યા છે. પરંતુ સુકારાનો રોગ આવતો હોવાથી પાક સુકાઈ જાય છે. અને ઉભા પાકમાં ખેડૂતોને રોટાવેટર ફેરવવાની નોબત આવે છે. જેથી ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ અંગે એવું કહ્યું હતું કે કાપડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે તેનો સંપર્ક કરી રોગચાળો ફેલાય નહીં તે માટે માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...