તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:બરડા પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક ધાણા જીરું ઉપાડવાનું શરૂ, અઠવાડિયામાં ઘઉંનો પાક તૈયાર થશે

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદથી જળ સ્ત્રોત પાણીથી ભરપૂર થઈ જતા આ વર્ષે ખેડૂતોએ ધાણા જીરું, ઘઉં, ચણા અને અમુક જગ્યાએ સૂરજમુખી જે તેલીબીયા પાક ગણાય છે તેનું પુષ્કળ પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરેલ છે. બરડા પંથકમાં હાલ આ શિયાળુ પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ ધાણાજીરું ના પાક ઉપાડવાનું ચાલુ કર્યું છે. જ્યારે એકાદ અઠવાડિયામાં ઘઉંનો પાક પણ તૈયાર થઈ જશે. ઘઉંના પાકના વાઢકાપ માટે પંજાબ માંથી કટર પણ આવવા લાગ્યા છે. જે ટૂંકા સમયમાં ઘઉંના પાકનું કટીંગ કરવામાં સક્ષમ હોય છે.

ઉપરાંત બરડા પંથકમાં આ વર્ષે સૂરજમુખીના પાકનું પણ વાવેતર કરવામાં આવેલ છે જે તેલીબીયા પાક ગણાય છે, તે પણ આઠ કે દસ દિવસમાં પાક ઉપર આવશે. હાલ ખેડૂતો શિયાળુ પાક લણવા માં રાત દિવસ મહેનત કરે છે. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ધાણા તેમજ જીરુંનો પાક સારો થયેલ છે, પરંતુ થોડો સુકારો અવતા અને હાલમાં વધુ પડતો ભેજ અને ઝાકળ આવતાં થોડી નુકસાની પણ આવશે. શિયાળુ પાક તૈયાર થઈ જશે ત્યારબાદ જે ખેડૂતોને જળસ્ત્રોત ની સગવડ હશે તે ખેડૂતો ઉનાળુ પાક માં તલ મગ અને ચોરીનું વાવેતર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો