તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મેઢાક્રીક ડેમના દરવાજા ખોલી કેનાલ મારફત પાણી છોડવા ખેડુતોની માંગ

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેમમાંથી વહેલાસર પાણી છોડવામાં આવે તો સમયસર રવિપાક સારો લઇ શકાય તેવી રજૂઆત

પોરબંદર જિલ્લાના મેઢાક્રીક ડેમના દરવાજા ખોલી કેનાલો મારફત પાણી છોડવામાં આવે તો બરડા વિસ્તારના ખેડુતો સમયસર શિયાળુ પાક સારા એવા પ્રમાણમાં લઇ શકે તેવી રજૂઆતો કરી તંત્ર સમક્ષ દરવાજા ખોલવાની માંગ કરી હતી.

પોરબંદર જિલ્લાના મીંયાણી, ભાવપરા, ટુકડા, વડાળા, આંબારાંબા, મોઢવાડા સહિતના બરડા પંથકના ગામોના ખેડુતોએ તંત્ર સમક્ષ રજૂવાતો કરી જણાવ્યુ હતુ કે ગત ચોમાસામાં અતિવૃષ્ટી થવાથી ખેડુતોને ચોમાસુ પાકમાં ભારે નુક્શાની ભોગવવાનો વારો આવ્યો હતો અને હાલ મેઢાક્રીક ડેમમાં સારા એવા પ્રમાણમાં પાણી હોય અને સમયસર આ ડેમના દરવાજા ખોલીને કેનાલો મારફત પાણી છોડવામાં આવે તો બરડા પંથકના ખેડુતભાઇઓ ચોમાસામાં ભોગવેલ નુક્શાની બાદ સમયસર શિયાળું પાકનું વાવેતર કરી સારા એવા પ્રમાણમાં રવિપાક લઇ શકે તેમ છે.

હાલ આ વિસ્તારના ખેડુતભાઇઓ પોતાના ખેતરોમાં રવિપાકના વાવેતરની તૈયારી કરી રહ્યા છે અને આશા સેવી રહ્યા છે કે ચોમાસું પાકની નિષ્ફળતા બાદ રવિપાક સારા એવા પ્રમાણમાં લઇ શકાય, જેથી તંત્ર વહેલાસર મેઢાક્રીક ડેમના દરવાજા ખોલીને કેનાલો મારફત પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો