તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વીજ તંત્રની બેદરકારીને લીધે ખેડૂતોનો પાક મુરઝાઇ રહ્યો છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે

પોરબંદર જિલ્લામાં ખેડૂતોને માંડ 2-3 કલાક વીજળી મળે છે ,જેથી ખેડૂતો પિયત ન કરી શકતા તેમનો પાક મુરઝાઇ રહ્યો છે.પોરબંદર જીલ્લાના બગવદર સબ સ્ટેશનના ખેતીવાડી ફિડરોમાં નબળી ગુણવત્તાના કંડકટરો ફીટ કરેલ હોવાથી તેમાં પાછી 11 કેવીની લાઇનમાં કન્વર્ટ કરાયા છે અને ટ્રાન્સફોર્મરો પણ નબળી ગુણવત્તાના હોય વારંવાર બળી જતા હોય છે જેના કારણે લાઇન વારંવાર ટ્રીપ થઇ જાય છે અથવા તો ટ્રાન્સફોર્મરો બળી જતા હોય છે જેને કારણે ખેડૂતોને 8 કલાકની જગ્યારે માંડ 2-3 કલાક વીજળી મળે છે. જેથી ખેડૂતો નિયમિત પાકને પિયત કરી શકતા નથી અને વીજ લોસ પણ ખૂબ જ થઇ રહ્યો છે.

જરૂરી મટીરીયલ ના અભાવે તથા મોટાભાગના કર્મચારીઓને વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમાં મુકેલા હોવાથી મરામત સમયસર થઇ શકતી ન હોવાથી પોરબંદર જીલ્લા કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે તથા સમયસર મરામત કરવા માટેનો કોઇ ઠોસ પ્લાન બનાવવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...