માંગણી:ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી, અઢળક ખર્ચ કરી વાવેતર કરનાર ખેડૂતને ડુંગળીના ભાવ રડાવે છે

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે વિઘે 350 મણ સામે હાલ માત્ર 150 મણનું ઉત્પાદન થશે

પોરબંદર પંથકના ખેડૂતોએ ખાતર, ડુંગળીનો રોપ અને મહેનત પાછળ અઢળક ખર્ચ કરી ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતોને ડુંગળીનો પાક તૈયાર થતાં પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડૂતોમાં માંગણી ઉઠી છે. ખેડૂતો અઢળક ખર્ચ કરી વાવેતર કરે છે પરંતુ પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ડુંગળીનો પાક ખેડૂતોને રડાવી રહ્યો છે.પોરબંદરમાં ચાલુ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હતો, જેના કારણે નદી, તળાવ અને નાના મોટા ચેકડેમો પાણીથી તરબોળ બની ગયા હતા.

પોરબંદરના ખેડૂતોએ આ પાણીના જોરે અનેક પાકનું વાવેતર કર્યું હતું અને અનેક ખેડૂતોએ ખાસ કરીને ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે અને હવે જ્યારે ડુંગળીનો પાક ખેડૂતોના ખેતરમાં તૈયાર થઇ ગયો છે પરંતુ ખેડૂતોને ડુંગળીના પાકનો પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. ખેડૂતોએ ડુંગળીના રોપ, ખાતર, દવા, મજૂરી પાછળ અઢળક ખર્ચ કર્યો છે, ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહે તે અંગે ખેડૂતોમાં માંગણી ઉઠી છે.

ધરતીપુત્રોએ ડુંગળીના પાક માટે મોટી રકમનું મોટું મૂડીરોકાણ કરી વિપુલમાત્રામાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હોય, ત્યારે ખેડૂતોનો ડુંગળીનો પાક તૈયાર થતા તેમને અન્યાય ન થાય અને પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ડુંગળીના પાકમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે નુકસાન પહોંચાડયું હોવા હોવાથી ધારીયા પ્રમાણમાં ઉતારો આવી શકે તેમ નથી. ખાસ કરીને અગાઉના વર્ષમાં આશરે 300 થી 350 મણ ડુંગળીનું ઉત્પાદન થતું, પરંતુ ચાલુ વર્ષે એક વિધે 150 થી 200 મણ જેટલુ ઉત્પાદન આવે તેવી શક્યતા છે.

રોગચાળો અને કમોસમી વરસાદથી ડુંગળીના પાકને નુકસાન પહોંચ્યું
ચાલુ વર્ષે ખેડૂતોએ પુષ્કળ માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું છે, ત્યારે કમોસમી વરસાદ થવાના કારણે ડુંગળીમાં રોગ આવ્યો છે, જેથી ખેડૂતોને મોંઘા પાડી દવાનો છંટકાવ કરવા પાછળ ખર્ચ કર્યો છે, અને હાલ રોગ કંટ્રોલમાં છે. પરંતુ ખેડૂતોને ડુંગળીના પાકમાં કમોસમી વરસાદ અને રોગચાળાથી નુકસાન પહોંચ્યું છે. જેથી ધારીયા પ્રમાણમાં ઉત્પાદન મળ્યું ન નથી.

કયા પંથકમાં થયું ડુંગળીનું વાવેતર ?
રાણાવાવના શહેરી વિસ્તાર તેમજ આદિત્યના બખરલા, બોરીચા, રામગઢ, અણીયાળી, વડવાળા, વડોત્રા અને કુતિયાણાના દેવડા, ઇશ્વર્યા, ખાગેશ્રી, ખીરસરા સહિતના ગામમાં ડુંગળીનું વાવેતર થયું છે.

મજૂરી અને દવા પાછળ 20 હજારનો ખર્ચ
ખેડૂત અગ્રણી પ્રતાપભાઈ ખીસ્તરીયાના જણાવ્યા મુજબ જંતુનાશક દવાનો છંટકાવ અને મજૂરી ખર્ચ સહિત એક વીઘે વીસ હજાર જેટલો ખર્ચ થાય છે, તેના સામે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...