બરડા પંથકમાં મેઘરાજાની મહેર:મેઘરાજાની મહેર થતાં ખેડૂતો ખુશખુશાલ : વરાપ નિકળતા મોટાભાગે નિંદામણ થઇ ગયું

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના ગઇકાલે રાત્રીના બરડા પંથકમાં મેઘરાજાની મહેર થઇ હતી અને સારો એવો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. તહેવાર ટાણે મેઘરાજાની મહેર થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા.

પોરબંદરના બરડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે રાત્રિના તેમજ આજે દિવસના બપોરના સમયે ઘણા વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ફટાણા, મજીવાણા, કુણવદર વિગેરે ગામોમાં આજે દિવસ દરમિયાન વરસાદ પડેલ નથી ફક્ત રાત્રિના એક થી દોઢી જેટલો વરસાદ છે પરંતુ બગવદર તેમજ આસપાસના વિસ્તારોમાં રાત્રીના તેમજ આજે બપોરના સમયે વરસાદ વરસતા બે ઇંચ જેટલો વરસાદ થયેલ છે.

અગાઉ સારો વરસાદ થયેલો હોવાથી મગફળીના પાક લહેરાઈ રહેલ છે અને ત્યારબાદ વરાપ નીકળતા ખેડૂતોએ મોટાભાગે પાકમાં નિંદામણ કરી લીધેલ હોવાથી આજે રાત્રિનો અને બપોરના સમયે આવેલ વરસાદથી ખેડૂતોને ખુશી જોવા મળે છે. હાલ તહેવાર નજીક હોવાથી અને વરસાદ થવાથી ખેડૂતો માટે અત્યાર સુધીની મોસમ ખૂબ જ ફાયદાકારક જોવા મળે છે. હજુ પણ વરસાદી માહોલ હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળે છે.

બંગાળની ખાડી માં લો પ્રેશર સર્જાતા 10-11-12 ઓગસ્ટે પોરબંદરમાં વરસાદની આગાહી
વરસાદની સૌથી વધુ અસર 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ રહેશે. જે વિસ્તારોમાં પાણી ની અછત છે ત્યાં ભારે વરસાદ પડશે અને વરસાદ ખોટ પૂરી થાય તેવી સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે.સોમવારે ડાંગ વલસાડ, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને દમણ જિલ્લામાં વરસાદ આગાહી છે. મંગળવારના રોજ નવસારી, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટન ડિસ્ટર્બન્સની સામાન્ય અસરને પગલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી ઝાપટાં સ્વરૂપે ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. જોકે હવે છ અને સાત તારીખ સુધી નાનો વિરામ રહેશે ત્યાર પછી 8 તારીખથી લઈને 13 તારીખ દરમિયાન ભારે વરસાદનો રાઉન્ડ આવશે.બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત પર આવશે જેમને કારણે પોરબંદરમાં ભારે વરસાદ પડશે.

Cola wether વેબસાઇટ નાં ડેટા મુજબ 10-11-12 તારીખે ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે. મોડેલ મુજબ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડે તેવી સંભાવના છે.પ્રારંભિક અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદનું અતિતીવ્ર સ્વરૂપ Gfs મોડેલો બતાવી રહ્યા છે. સૌથી પ્રભાવીત વિસ્તાર દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...