તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાહકોમાં ઉત્સાહ:બોલિવૂડ એક્ટર આમિર ખાન પરિવાર સાથે સાસણ ગીરના પ્રવાસે, પોરબંદર એરપોર્ટ પર આમિરને જોવા ચાહકો ઊમટી પડ્યા

રાજકોટ9 મહિનો પહેલા
પોરબંદર એરપોર્ટ પર આમિર ખાન જોવા મળ્યો. - Divya Bhaskar
પોરબંદર એરપોર્ટ પર આમિર ખાન જોવા મળ્યો.
  • આમિર ખાન પરિવાર સાથે ગીરના જંગલમાં ફરવા માટે આવતાં ચાહકોમાં ખુશી જોવા મળી

પોરબંદર એરપોર્ટ પર આજે આમિર ખાન અને તેનો પરિવાર ચાર્ટર ફ્લાઈટ દ્વારા પહોંચ્યો હતો, જ્યાં આમિર ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો એકઠા થયા હતા.

આમિર ખાન અને તેનો પરિવાર સાસણ ગીરમાં ફરવા માટે આવ્યો છે. ત્યારે આજે 11 વાગ્યે આમિર ખાન અને તેનો પરિવાર પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. હાલ આમિર ખાન અને તેનો પરિવાર ગીર જંગલમાં ફરવા માટે રવાના થયો છે.

પોરબંદર એરપોર્ટ પર આમિર ખાન.
પોરબંદર એરપોર્ટ પર આમિર ખાન.

2-3 દિવસ ગીરના જંગલની મુલાકાત લેશે
આમિર ખાન અને તેનો પરિવાર સાસણ ગીરમાં ફરવા માટે આવી પહોંચ્યો છે, જેને લઈને ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. તે 2-3 દિવસ ગીરના જંગલમાં પરિવાર સાથે સમય પસાર કરશે અને સાસણમાં જંગલ સફારીની મુલાકાત લેશે.

પોરબંદર એરપોર્ટ પર જોવા મળતા ચાહકો ઊમટી પડ્યા.
પોરબંદર એરપોર્ટ પર જોવા મળતા ચાહકો ઊમટી પડ્યા.

આમિર ખાન 5 કાર સાથે સાસણ જવા રવાના થયો
આમિર ખાન પોતાની એનિવર્સરી મનાવવા માટે સાસણ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન અને તેનો પરિવાર 5 કાર અને 1 બસ મારફત ગીર જવા માટે રવાના થયો છે.

પરિવાર સાથે એરપોર્ટ બહાર આમિર ખાન કેમેરામાં કેદ થયો.
પરિવાર સાથે એરપોર્ટ બહાર આમિર ખાન કેમેરામાં કેદ થયો.