તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:જિલ્લામાં સોશ્યલ મીડિયામાં તાલુકા કોઓર્ડીનેટરની ભરતીની ફેક જાહેરાત

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નોકરી વાંચ્છુકોએ અરજી, ક્યુઆર કોડ સ્કેન ન કરવા સાયબર પોલીસે જણાવ્યું

પોરબંદર જિલ્લામાં સોશિયલ મીડિયામાં તાલુકા કોઓર્ડીનેટરની ભરતીની જાહેરાત વાયરલ થઈ છે જે ફેક હોય આથી આ જાહેરાતમાં મુકવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન નહિ કરવા સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે.

પોરબંદર જિલ્લામાં સોશિયલ મીડિયામાં ભરતી અંગેનું ફોર્મ વાયરલ કરવામાં આવ્યું છે જેમાં રોયલ ગ્રુપ એજન્સીનું સરનામું એમજી રોડ, ઓમ શિવશક્તિ ચેમ્બર સામે પોરબંદર આપેલું છે તેમજ ફોર્મમાં દરેક તાલુકામાં કોઓર્ડીનેટર ની ભરતી કરવાનું જણાવી તા. 6/4 પહેલા પોતાના ડોક્યુમેન્ટ ઇમેઇલ પર મોકલવાનું કહે છે અને એક ક્યુઆર કોડ સ્કેન કરી રૂ. 2,000 પેમેન્ટ કરવાનું કહેવામાં આવેલ છે.

જે અંગે પોરબંદર સાયબર પોલીસે જણાવ્યું છે કે આ જાહેરાત ફેક છે. અને આવી કોઈ ઓફીસ બતાવેલા સરનામા પર આવેલ નથી. તેમજ ઇમેઇલ પર કોઈએ પોતાના ડોક્યુમેન્ટ્સ મોકલવા નહિ અને કયુઆર કોડ સ્કેન કરવો નહીં તેમજ કોઈ જાતનો નાણાકીય વ્યવહાર કરવો નહીં તેવી લોકોને પોલીસે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો