મતદાન:મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લાના કારખાનાના કામદારોને સવેતન રજા અપાશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે

વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે તા. 1 ડિસેમ્બર 2022 ના રોજ પોરબંદર જિલ્લામાં મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ, કારખાના અધિનિયમ, બિલ્ડીંગ એન્ડ અઘર કન્સ્ટ્રકશન વકર્સ, કોન્ટ્રાકટ લેબર એકટ હેઠળ નોંઘણી થયેલી સંસ્થા-સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ઘારા મુજબ આ અઘિનિયમો તળે નોંઘણી થયેલ સંસ્થા-સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઇ અનુસાર જાહેર રજા થવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ- કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો-શકયતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય, તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ-કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક માટે વારા ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા આ જોગવાઇથી વિરૂધ્ધ વર્તન કરશે તો લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. મતદાનના દિવસે કોઇ ફરીયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી એમ. એમ. ચુડાસમા, સરકારી શ્રમ અધિકારી, પોરબંદરના મો. 88490 50117, મદદનીશ શ્રમ આયુકતની કચેરી, જિલ્લા સેવા સદન 1, જુની કલેકટર કચેરી બિલ્ડીંગ, જિલ્લા હોમગાર્ડઝ કચેરી પાસે, રાણીબાગ રોડ, પોરબંદર નો સંપર્ક સાઘવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...