કામગીરી:8 ગામમાં પોરાનાશક કામગીરી કરાઈ, 134 ખાબોચીયામાં બળેલ ઓઇલ નખાયું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 ટીમ દ્વારા કડછ પીએચસી સેન્ટર હેઠળના 1568 ઘરમાં ચેક કરી 18 બ્લડ સેમ્પલ લીધા

વરસાદી વાતાવરણ વચ્ચે પાણી જન્ય રોગ થાય છે. આ રોગને અટકાવવા પોરબંદર જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેના માર્ગદર્શન હેઠળ લોકોને માહિતગાર કરવા તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં એટલેકે તા. 24 થી 26 દરમ્યાન જિલ્લા આરોગ્ય વિભાગની 18 ટીમ દ્વારા કડછ પીએચસી હેઠળના 8 ગામ જેવાકે કડછ, મંડેર, મોચા, ગોરસર, ચિંગરિયા, પાતા, માધવપુર અને મૂળ માધવપુર ખાતે પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી

જેમાં આ ટીમ દ્વારા 1568 ઘરોમાં ચેકીંગ હાથ ધરી 18 બ્લડ સેમ્પલ લીધા હતા. 3424 જેટલા પાત્રોને તપાસવામાં આવ્યા હતા જેમાંથી 24 પાત્રો પોઝિટિવ નિકડયા હતા. પોરાનાશક કામગીરી કરી પાત્રોમાં દવા નાખવામાં આવી હતી અને લોકોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત આ ટીમ દ્વારા 134 જેટલા ખાડા ખાબોચિયામાં બળેલ ઓઇલ નાખવામાં આવ્યું હતું.

મચ્છરજન્ય રોગથી બચવા શુ કરવું?
આરોગ્ય અધિકારી કવિતાબેને જણાવ્યું હતુંકે, મચ્છરજન્ય રોગથી બચવા માટે શરીર ઢંકાય તેવા આખી બાય નાં કપડા પહેરાવા,મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી,ઘરની આજુબાજુનાં વિસ્તારમાં જો વરસાદી પાણી ભરાય રહેલ હોય તો તેનો તાત્કાલીક નિકાલ કરવો, નિકાલ ન થઇ શકે તેવા પાણીમાં બળેલ ઓઇલ નો છંટકાવ કરવો, સાંજનાં સમયે બારી દરવાજા બંધ રાખવા અને ઘરમાં લીમડાનો ધુમાડો કરવો, ઘરમાં તેમજ ઘરની છતમાં જો કોઇ પાત્રોમાં પાણી ભરાઇ રહેલા હોય તો તેને તાત્કાલીક ખાલી કરવા, ઘરનાં ફ્રીઝ ની ટ્રે દર 3 દિવસે પાણી ખાલી કરી અને વ્યવસ્થિત સાફ કરી સુકવવી, ઘરની આસપાસ જો નકામા ભંગાર કે ટાયરો હોય તો તે ખાસ તપાસવા અને જો પાણી ભરાયેલહોય તો તેનો નિકાલ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...