તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુજલામ સુફલામ યોજનાની સમય મર્યાદા 15 જૂન સુધી લંબાવી આપો

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના કાર્યરત કરવામાં આવી છે અને સરકારની આ કલ્યાણકારી યોજનાના કારણે ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતરો સુધારવા માટે ઉપયોગી બની રહી છે. પરંતુ 1 જૂનથી આ યોજના બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે આ યોજના અંતર્ગત માપ લેવાની પ્રક્રિયા અને પૈસા ચૂકવવાના થતા હોય છે. જો અચાનક જ વરસાદ આવે તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ઉપાડી હોય ત્યાં મેજરમેન્ટ લેવાના હોય છે જેથી વરસાદ પહેલા આ કામ બંધ કરવાનો હોય છે.

પરંતુ જે ખેડૂતોએ તેના ખેતરો સુધી સુધારવા માટેની મંજૂરી લીધેલ છે તેના પેમેન્ટનું ચુકવણું પણ થતું નથી અને આ વર્ષે ચોમાસુ સારું હતું એટલે દરેક ખેડૂતોએ તેમના ખેતરમાં પિયત કરેલ છે તેમજ વાવાઝોડા દરમિયાન આ કામગીરી બંધ હતી.

જેથી ખેડૂતોને તેમની જમીન સુધારણાની કામગીરી બંધ રાખવી પડી હતી અને હાલ જમીન સુધારવાનું કામ બાકી હોય જેથી જે ખેડૂતોએ મંજૂરી લઈ જમીન સુધારણા નું કામ કરાવે છે તે ખેડૂતોને 15 જૂન સુધી ની સમય મર્યાદા લંબાવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે જેને ધ્યાને લઇ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદરા એ કલેકટરને રજૂઆત કરી હતી અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખેડૂતોને 15 જૂન સુધી ખેડૂતોની માલિકીના ખેતરમાં માટી ભરવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...