ક્રાઇમ:ગંડીયાવાળાનેસ રોડ પરથી દેશીદારૂની હેરફેરનો પર્દાફાશ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જીલ્લામા દારૂની બદી નાબુદ કરવા એલસીબી પીઆઇ એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ બરડા ડુંગર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી મળતા સ્ટાફે રાણાવાવ ગંડીયાવાળાનેશ આંગણવાડી કેન્દ્ર પાસે રોડ પર વોચ ગોઠવી હતી.

આ રોડ પરથી બરડા ડુંગરમાં કરવલનેશનો સામત સુરાભાઇ કોડીયાતર પોતાની કાર રજી. નંબર GJ-03-BV-1412 ચલાવી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ કાર માંથી દેશી દારૂના બાચકા નંગ-14 દારૂ લીટર 700 મળી આવતા પોલીસે કાર સહિત કુલ રૂ. 5,14,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો અને પૂરછપરછ કરતા તાડીવાળાનેશમાં રહેતો ગોગન લાખાભાઇ રબારી નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. દરમિયાન રાણાવાવ નજીકનાં બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતી. રેઇડ દરમિયાન ભઠ્ઠીનો માલિક ડાયા જેઠા મોરી સ્થળ પર મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...