પોરબંદરના ખારવાવાડમાં મચ્છી ભરવાની પેટી માંથી દેશીદારૂની હેરફેરનો પર્દાફાશ થયો છે. દેશીદારૂના 12 બાચકા સાથે વોન્ટેડ શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. 5 શખ્સના નામ ખુલ્યા છે.
એલસીબી પીઆઇ એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી આધારે દરોડો પાડી ખારવાવાડ એક ફેકટરી સામે મચ્છી ભરવાની પેટી માંથી આરોપી દિવ્યેશ ઉર્ફે પાણીબોલો મુકેશભાઇ ભરાડાના કબ્જામાથી દેશી દારૂ લીટર 300 ભરેલ બાચકા નંગ 12 કિ.રૂા.6000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ આરોપીની પૂરછપરછ કરતા દારૂનો જથ્થો મીતેષ ઉર્ફે ખાયજાવ રણછોડભાઇ ગોહેલ, ચીરાગ ઉર્ફે નાનો કીલુ, હાર્દિક ઉર્ફે સુગરીવ નામના શખ્સોએ બાઇક તથા સ્કુટરમાં આદિત્યાણા ગામે રહેતો રમેશ રામા કોડીયાતર અને અરજન મેપા કોડીયાતર પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે 6 શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.