તપાસ:પોરબંદરનો યુવાન ગણેશ વિસર્જનમાં ડૂબતા શોધખોળ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યું હોવા છતાં લોકો સમુદ્ર કિનારે પહોંચ્યા

ગણેશ વિસર્જન માટે વહિવટી તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ હતું અને આ કૃત્રિમ તળાવમાં ભાવિકો ગણેશ વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ભાવિકોએ આ તળાવમાં વિસર્જન કરવાને બદલે દરિયામાં વિસર્જન કરવા પહોંચી ગયા હતા જેમાં ખારવાવાડમાં રહેતો એક યુવાન ડૂબી જતા તેની શોધખોળ કરવામાં આવી છે. પોરબંદરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને ગણેશ વિસર્જન માટે વહિવટી તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ હતું અને આ કૃત્રિમ તળાવમાં ભાવિકો ગણેશ વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરંતુ ભાવવિભોર બનેલા ભાવિકોએ આ તળાવમાં ગણેશ વિસર્જન કરવાને બદલે સમુદ્રમાં વિસર્જન કર્યુ હતું. આ સમય દરમિયાન ખારવાવાડ વિસ્તારમાં રહેતો જીત નરેશભાઇ લોઢારી નામનો યુવાન પણ આ સમુદ્ર કિનારે વિસર્જનમાં જોડાયો હતો. પરંતુ આ યુવાન ઘરે પરત ન ફરતા જેથી પરિવારજનોએ ખારવા સમાજના આગેવાનોને જાણ કરતા ખારવા સમાજના આગેવાનો રાત્રીના સમયે દરિયા કિનારે પહોંચ્યા હતા અને ખારવા સમાજના યુવાનોએ બોટ લઇને આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...