• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Excellent Performance Of 25 Children Of Porbandar In National Level Karate Competition, Getting 50 Medals Enhances The Pride Of The District

નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2021:પોરબંદરના 25 બાળકોનું રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન ,50 મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા ગીર સોમનાથ ખાતે યોજાયેલ સ્પર્ધામાં 16 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

તાજેતરમાં નિહોન શુબુકાઈ શિટોર્યું કરાટે ઇન્ડિયા દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2021 નું આયોજન શિહાન વિજય ભટ્ટ પ્રેસિડેન્ટ નિહોન શુબુકાઈ શિટોર્યું કરાટે ઇન્ડિયા ના માર્ગદર્શનમાં તાલાલા ગિરસોમનાથ ખાતે યોજાયેલ જેમાં રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં કુમિતે અને કાતા બે પ્રકારની સ્પર્ધાનું સમાવેશ કરવામાં આવેલ. જેમાંજુદી જુદી એઈજ, વેઇટ અને બેલ્ટમાં બોયસ અને ગર્લ્સ કેટેગરીમાં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના 25 બાળકો પસંદગી પામેલ હતા.

પસંદગી પામેલ આ બાળકોએ ઉત્તમ પ્રદર્શન કરી 16 ગોલ્ડ મેડલ , 16 સિલ્વર મેડલ અને 18 બ્રોન્ઝ મેડલ કુલ 50 મેડલો મેળવી પોરબંદરની યશ કલગી માં વધારો કરેલ છે. જેમાં હીનલ બી. ભાનુશાલીએ ગોલ્ડ મેડલ, દેવાંશી એન. બાબરીયાએ 2 ગોલ્ડ મેડલ, વિન્સ એમ. અમલાણી, પાર્થ એન.મકવાણા, પાર્થ વી. ઓડેદરાએ 2, ધ્રુવ સી.મહેતા ગોલ્ડ મેડલ, નંદિકા સી.મહેતા, રુદ્ર ટી.ચોટાઈ, કૃપા કે. જુંગીએ 2, મહી જે.ભટ્ટ, સ્નેહા પી.કોટિયાએ 2,ધવલ એમ.દેસાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

પોરબંદરના અન્ય સ્પર્ધકોએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ શ્રેષ્ઠસિધ્ધિ માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદરના મુખ્ય સંચાલક કેતન કોટિયાએ તમામ વિદ્યાર્થીઓને તેમજ એક્સ્ટ્રીમ કેર ના એક્સપર્ટ કરાટે નિષ્ણાતો જયેશ ખેતરપાલ, મહેશ મોતીવરસ, સુરજ મસાણી, અંજલિ ગંધરોકીયા,સુનિલ ડાકી , તથા ફિટનેસ એક્સપર્ટ ટીમ મેનેજર નિશા કોટિયા અને યોગીતા લોઢારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...