ઓનલાઇન સ્પર્ધા:ભલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ પરંતુ દિલતો હિન્દુસ્તાની જ છે: આર્ટિસ્ટ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની આર્ટિસ્ટે શિવાજી મહારાજની રંગોળી બનાવી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
  • આઝાદીકા​​​​​​​ અમૃત મહોત્સવમાં અનોલાઇન સ્પર્ધામાં સિદ્ધી મેળવી

મિનિસ્ટ્રી ઓફ કલચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરમાં રહેતી ક્રિષ્નાબેન ગગનભાઈ ટોડરમલ નામની આર્ટિસ્ટે ભાગ લીધો હતો અને ફ્રીડમ ફાઈટર થીમ પર રંગોળી સ્પર્ધામાં 4×8ની શિવાજી મહારાજની રંગોળી બનાવી હતી અને આ રંગોળી ઓનલાઇન સબમિટ કરી હતી. જેનું પરિણામ જાહેર થતા આ રંગોળી પસંદગી પામી હતી.

ક્રિષ્નાબેને બનાવેલી રંગોળીને જિલ્લામાં પ્રથમ નંબર મળ્યો છે. સરકાર દ્વારા 10 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આવનારા સમયમાં રાજ્યકક્ષાએ સ્પર્ધાનું આયોજનમાં આ આર્ટિસ્ટ ભાગ લેવા જશે. ક્રિષ્નાબેને જણાવ્યું હતુંકે, આજના આધુનિક યુગમાં ભલે યુવા વર્ગ પશ્ચિમી સંસ્કૃતિનું થોડું અનુકરણ કરે પરંતુ આખરે તો હિન્દુસ્તાની દિલ છે. ભારતના વીર પુરુષો અને બલીદાનીઓ હંમેશા લોકો માટે પ્રેરણાદાઈ બની રહે છે.

25 કિલો રંગોળી કલરનો ઉપયોગ કર્યો
ક્રિષ્નાબેને પોતાના ઘરે શિવાજી મહારાજની વિશાળ રંગોળી બનાવી હતી જેમાં 25 કિલોથી વધુ કલરનો ઉપીયોગ કર્યો હતો અને 15 કલાકની જહેમત બાદ રંગોળી તૈયાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...