કેસની વિગત મુજબ પોરબંદર તાલુકાના માધવપુર ગામમા આવેલ ક૨શનભાઈ માંડણભાઈ ભુવાના નામે જમીન આવેલી હતી. અને આ જમીન ક૨શનભાઈ ને વારસામાં મળેલી હતી. આ જમીનમાં અપીલ કરનાર મીનાક્ષીબેન કરશનભાઈ ભુવા તે મીનાક્ષીબેન ભરતભાઈ ડાકી દ્વારા અપીલ દાખલ કરી તેની બંને બહેનો રીટાબેન અને પ્રજ્ઞાબેન દ્વારા તેની સંમતિ વગર અને તેની જાણ બહાર એન્ટ્રીઓ પડાવી લીધેલી હોય તે અન્વયે પ્રથમ મીનાક્ષીબેન દ્વારા નોંધ દુર કરવા માટે નાયબ કલેકટ૨ સમક્ષ અપીલ દાખલ કરેલી હતી.
જે નામંજુર થતા તેની સામે જિલ્લા કલેક્ટરમાં તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે વિગતવા૨ની અપીલ દાખલ કરેલી હતી. અને અપીલમાં સ્પષ્ટ જણાવેલુ હતું. કે, વડીલોપાર્જીત જમીનમાં દરેક વારસદારોનો સરખો હીસ્સો થાય છે. આમછતાં તેની બાકીની બે બહેનોએ મીનાક્ષીબેન નો હકક ડુબાડવા માટે ખોટી એન્ટ્રી પડાવેલ છે.
એટલુ જ નહી તેનુ જુનુ રેકર્ડ મળી આવતુ ન હોય ત્યારે તેની વિરૂધ્ધમાં અનુમાન કરવાને બદલે નાયબ કલેક્ટર દ્વારા જુનુ રેકર્ડ મળતુ ન હોવાના કારણે વડીલોપાર્જીત નથી. તેવુ માનીને અપીલ કાઢી નાંખેલી હતી. વિગતવાર અપીલ અરજી કરી દલીલ કરતા જિલ્લા કલેક્ટર અશોક શર્મા દ્વારા રેકર્ડ ઉપરના તમામ પુરાવા તથા એડવોકેટની દલીલ ધ્યાને રાખી આ જમીનમાં અ૨જદા૨ મીનાક્ષીબેન કરશનભાઈ ભુવા નો પણ હકક અધિકાર હોવાનુ ઠરાવી ડેપ્યુટી કલેક્ટ૨નો હુકમ રદ કરી, મુળ એન્ટ્રી મુજબ જમીન ફરીથી કરશનભાઈ માંડણભાઈ ભુવાના ખાતે ટ્રાન્સફર ક૨વા અને બંને બહેનોના નામ પણ રદ કરવાનો હુકમ કરેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.