તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:પોરબંદરની નર્સિંગ કોલેજમાં 1000 LPM નો ઓક્સિજન પ્લાન્ટ સજ્જ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 બેડ પર અવિરત ઓક્સિજન સપ્લાય મળી રહે તેવી સગવડ ઉભી કરાઈ

ભારત સરકાર દ્વારા પોરબંદરની નર્સિંગ કોલેજમાં ઇમર્જન્સી વખતે કાર્યરત કરી શકાય તે માટે ખાસ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ મળી જતા પોરબંદરમાં ઇમરજન્સી વખતે ઓક્સિજનની અછત સર્જાશે નહીં.

કોરોનાની બીજી લહેર દરમ્યાન પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કાબુ બહાર પહોંચી ગઈ હતી. અને તે ઉપરાંત લંગ્સ ઈનવોલમેન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા પણ એટલીજ હોવાથી આવા દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી, અને તે વખતે સરકારી હોસ્પિલોમાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને લીધે સિલિન્ડર મારફત ઓક્સિજન આપવામાં ઓક્સિજન ફળો મીટર ખૂટી જતા પરિસ્થિતી વિકટ બની હતી.

આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદરમાં ઓક્સિજનની પૂરતી સપ્લાય મળી રહે તેવું આયોજન કરાયું છે. અને તેના ભાગ સ્વરૂપે પોરબંદરની નર્સિંગ કૉલેજમાં પણ દર મિનિટે 1000 લીટર ઓક્સિજન પૂરો પાડી શકે તેવો પ્લાન્ટ ઉભો કરાયો ચગે કે જે, ઇમરજન્સી માં સરકારી હોસ્પિટલ ના પ્લાન્ટની ઉપરાંતમાં પણ કામ આવી શકે. નર્સિંગ કોલેજને જો ઈમરજન્સીમાં હોસ્પિટલમાં રૂપાંતરિત કરવી પડે તો આ પ્લાન્ટ મારફત 100 બેડ પર અવિરત ઓક્સિજન સપ્લાય મળી રહે તેવી સગવડ ઉભી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...