રોગચાળો:પોરબંદર જિલ્લામાં રોગચાળો વકર્યો, તહેવાર બાદ તાવ, શરદી, ઉધરસ, ઝાડા, નબળાઈના કેસોમાં વધારો થયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવીલ હોસ્પિટલમાં ગત અઠવાડિયાની સરખામણીમાં 25 ટકા દર્દીનો વધારો નોંધાયો

પોરબંદર જિલ્લામાં રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં ગત અઠવાડિયાની સરખામણીમાં 25 ટકા દર્દીનો વધારો નોંધાયો છે. તહેવારના 8 દિવસ બાદ તાવ, શરદી, ઉધરસ, ઝાડા, નબળાઈ ના કેસોમાં વધારો થયો છે. પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર બાદ 8 દિવસ પછી રોગચાળો વકર્યો છે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ગત અઠવાડિયાની સરખામણી માં છેલ્લા 5 દિવસમાં ઓપીડી વધી છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલ મોઢાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ શરદી, તાવ, ઉધરસ, ઝાડા અને નબળાઈ ના દર્દીઓની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ઓપીડી કેસની સંખ્યા પણ વધી છે. તા. 29/8 થી તા. 4/9 સુધીમાં 4554 ઓપીડી નોંધાઇ છે. આ દરમ્યાન 1 ડેન્ગ્યુ અને 1 મેલેરિયા કેસ પોઝિટિવ આવ્યો છે. આરએમઓ ડો. મોઢાએ વધુમાં જણાવ્યું હતુંકે, આમ તો હાલ સામાન્ય શરદી તાવના દર્દીઓ નોંધાઇ છે જેઓને દવા સહિતની સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓને દાખલ કરવાની જરૂર રહેતી નથી. હાલની ઋતુમાં લોકોએ ખાસ ઉકાળીને ઠંડુ થયેલ પાણી પીવું જોઈએ. બહારનો ખોરાક અને ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો જોઈએ તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...