પોરબંદર શહેરમાં એક બાજુ ઠંડીનો કહેર વધ્યો છે અને બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો હોય શહેરમાં મેલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુ જેવી બિમારી ધરાવતા દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની ગઈ છે અને તેમણે વિવિધ પગલાંઓ લેવાનું શરૂ કરી દીધું છે.
પોરબંદર શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મચ્છરોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યા છે. પોરબંદરની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે મચ્છરજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી છે.
ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે અને આવા મચ્છરજન્ય રોગોના નિવારણ માટે કામગીરી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે. પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દેવના માર્ગદર્શન નીચે રાણાવાવ તાલુકા અધિકારી આર. જી. રાતડીયા તેમજ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ભરાડીયા દ્વારા રાણાવાવ તાલુકામાં રાણાવાવ શહેરી વિસ્તાર તથા અમરદળ ગામ જેવા વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને પોરાનાશક કામગીરી ચાલુ કરાય છે તથા પોરબંદર અને કુતિયાણા તાલુકામાં પણ પોરાનાશક કામગીરી કરાઈ રહી છે તથા જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
શિયાળાની સામાન્યા રીતે રોગચાળો પણ વક્તો હોય છે.આથી સફાઇ તેમજ સધન આરોગ્ય કામગીરી પણ જરૂરી બની જતી હોય છે.હાલ સમગ્ર જિલ્લમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાત જ્યાં પાણી ભરતું હોય ત્યાં પોરા નાશક કામગીરી જરૂરી બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.