મતદાન કરવા પ્રેરણા:પોરબંદર વિધાનસભાની બેઠક ઉપર મતદાન કરવા દિવ્યાંગોમાં અનેરો ઉત્સાહ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગો વહેલી સવારે મતદાન કરી અન્યને મતદાન કરવા પ્રેરણા આપશે

પોરબંદરની 83 વિધાનસભાની બેઠક ઉપર મતદાન કરવા માટે દિવ્યાંગોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. પહેલી વાર મતદાન કરવા માટે બધિર યુવાનમાં અનેરો આનંદ છવાતા મતદાન કરી બીજાને પ્રેરણા મળે તે માટે સવારના વહેલા મતદાર કરશે.

પોરબંદર હાલ પહેલી ડિસેમ્બરના 83 વિધાનસભા બેઠકનું મતદાન યોજવાનું હોય, જેને અનુલક્ષીને તંત્ર દ્વારા જોરદાર તૈયારી ચાલી રહી છે. તંત્ર દ્વારા ગુજરાતમાં 80% થી વધુ મતદાન થાય એ માટે જોરસોર થી મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહેલ છે, ત્યારે પોરબંદરમાં વિકલાંગોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરના રમેશભાઈ સોનીગરાનો પુત્ર નીરવ જન્મથી જ બધીર હોય, જે બોલી કે સાંભળી શકતો ન હોય, અને સિલાઈ કામ કરે છે. માતાજીની ચૂંદડીમાં લેસ મૂકવાનું કામ કરે છે.

ત્યારે નીરવ પહેલી વખત વિધાનસભાની બેઠકમાં મતદાન કરવાનો હોય જેથી તેને અનેરી લાગણી વ્યક્ત કરી હતી. અને અન્ય વિકલાંગ સુરેશ ગોવિંદ ચૌહાણ જેને છ વર્ષની ઉંમરમાં પોલિયો થયેલ હોય પગ ચાલતો નથી. હેન્ડીકેપ હોય અને 40 વર્ષથી અચૂક મતદાન કરે છે, તે સવારના 9 પહેલા મતદાન કરવા જશે, અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

પોરબંદરમાં વિકલાંગોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે પોરબંદરના સેવાભાવી શૈલેષભાઈ ઠાકર દ્વારા ચૂંટણી અંગેની જરૂરી માહિતી દિવ્યાંગ નીરવને ઈશારાથી સમજાવી આપવામાં આવી હતી. અને તેવોએ દિવ્યાંગોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.