પોરબંદર ITI ખાતે ભરતી મેળો યોજાશે:જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે; આ જોબફેરમાં સ્વખર્ચે હાજર રહેવું

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા તા.14 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે આઇ.ટી.આઇ પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરીયાત હોય છે. જે અંતર્ગત ઇચ્છા ધરાવતા પોરબંદર જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.

જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે
જોબફેરમાં મહિન્દ્રા ઓટોમોટીવ લી.રાજકોટ, હીરાવતી મરીન પ્રોડક્ટસ પોરબંદર, ટાટા મોટર્સ સાણંદ, કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ પોરબંદર, નવકાર એસોસિયેટ પોરબંદર તથા એ.ડી.એસ ફાઉન્ડેશન પોરબંદર જેવી જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે.

આ જોબફેરમાં સ્વખર્ચે હાજર રહેવું
આ એક ઓપન જોબફેર હોય કોલ લેટર ન મળેલું હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલું હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદામાં આવતા હોય તો સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે.

નીચે જણાવેલા પ્રમાણપત્રો સાથે લાવવા
ઉપરોક્ત જોબફેરમાં લાયકાત/અનુભવના તમામ પ્રમાણપત્રો અસલ અને નકલ તેમજ લીવીંગ સર્ટી, માર્કશીટ, આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને 4 નંગ પાસ પોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...