વિરોધ:ખાનગીકરણના વિરોધમાં સરકારી બેંકોના કર્મીઓ હડતાલ પર ઉતર્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મીઓ હડતાલ પર જોડાયા હતા. - Divya Bhaskar
ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મીઓ હડતાલ પર જોડાયા હતા.
  • આજે પણ સરકારી બેંકો બંધ રહેશે : કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન ખોરવાયા

સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓએ 2 દિવસની હડતાલ પાડી છે ત્યારે પોરબંદર જિલ્લાની તમામ સરકારી બેંકોના કર્મીઓ હળતાલમાં જોડાયા છે. આજે શુક્રવારે પણ સરકારી બેંકો બંધ રાખી કર્મચારીઓ હડતાલ કરશે. હડતાલના પ્રથમ દિવસે જિલ્લામાં કરોડો રૂપિયાના વ્યવહાર ખોરવાયા હતા.

સરકારી બેંકોના કર્મીઓએ બેંકોના ખાનગીકરણનો વિરોધ કરી જણાવ્યું હતું કે, આજ સુધીમાં 736 ખાનગી બેંકો નિષ્ફળ ગઈ છે, પરંતુ એક પણ સરકારી બેંક નિષ્ફળ ગઈ નથી કારણ કે ગ્રાહકોના રૂપિયા સરકારના હાથમાં સુરક્ષિત છે. કુલ 43 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે જેમાંથી 40 કરોડ ખાતા સરકારી બેંકો દ્વારા ખોલવામાં આવ્યા છે.

કુલ 90% એજ્યુકેશન લોન પણ સરકારી બેંકો દ્વારા કરવામાં આવી છે. કુલ 33026232 અટલ પેન્શન ખાતાઓ છે જેમાંથી 89.16% સરકારી બેંકો પાસે છે. બેંકોમાં કુલ થાપણોમાંથી 60% સરકારી બેંકોમાં છે. જેથી સરકારી બેંકોનું સરકાર દ્વારા ખાનગીકરણ ન થાય તેવી માંગ સાથે જિલ્લાની તમામ સરકારી બેંકના કર્મીઓ હળતાલમાં જોડાયા છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...