જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મીઓનું સંપર્ક અભિયાન હેઠળ કર્મીઓની યાત્રા પોરબંદર ખાતે પહોંચી હતી. જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય સયુંકત કર્મચારી મોરચો, તથા ટી. ઓપીએસ ગુજરાતના સંયુકત ઉપક્રમે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સહિતના એક સમાન મુદ્દાઓ માટે તા. 4 જુનથી તા. 17 જૂન 2022 દરમિયાન સમગ્ર ગુજરાત રાજયમાં કર્મચારી-અધિકારી સંપર્ક અભિયાનનું આયોજન હાથ ધરેલ છે. આ અભિયાન હેઠળની યાત્રા પોરબંદર ખાતે પહોંચી હતી.
પોરબંદર જિલ્લાના વિવિધ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કર્મચારી અધિકારી સંપર્ક અભિયાનની ટિમને આવકારી હતી અને જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે સરકાર પાસેથી માંગણી કરવા અને આગામી સમયમાં ગુજરાત રાજય સંયુકત કર્મચારી મહામંડળની તયારીઓ તેમજ જો સરકાર તરફ માંગણીઓ સંતોષવામાં નહી આવેતો આ આંદોલન વધારેમાં વધારે ઉગ્ર બનાવામાં આવશે તેવું જણાવ્યું હતું. ચાર લાખ જેટલા સંકલ્પપત્રભરીને મુખ્યમંત્રીને રજુ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.