કાર્યવાહીની માંગ ઉઠી:માધવપુરમાં હાઇવેના ડિવાઈડર ઉપર છવાયું ગંદકીનું સામ્રાજ્ય

માધવપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે પર ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી

પોરબંદર-સોમનાથ મેઇન નેશનલ હાઇવે પર માધવપુર ઘેડ ખાતે આવેલા ડિવાઈડર ઉપર ગંદકીનું સામ્રાજય છવાયું છે. આ નેશનલ હાઇવે પર ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. માધવપુરમા મોટા જાપા થી લઈને ગણેશ જારા સુધી ડિવાઇડરમા કચરાઓ તેમજ એંઠવાળો ફેંકવામા આવે છે. જેને લઈને ગંદકીનું સામ્રાજય જોવા મળે છે ત્યારે ગંદકીને લઈને રસ્તા પર રખડતા પશુઓ એંઠવાળો ખાવા માટે એકઠા થતા હોય ત્યારે વાહન ચાલકોને અકસ્માતનું ભોગ બનવું પડે છે.

આ હાઇવે પર કોઇ જ સફાઇ કરવામાં આવતી નથી તથા ગંદકી ફેલાવનાર શખ્સો સામે કાર્યવાહી કરવા તથા સફાઇ કામ ન કરનાર અધિકારીઓ સામે પણ પગલા લેવા સામાજીક કાર્યકરોએ માંગ કરી છે. આ ઉપરાંત આ જગ્યા પર જરૂરી સૂચનાઓના બોર્ડ મારવા તથા ડિવાઇડરો પર વૃક્ષો વાવવા પણ લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...