કાર્યક્રમ:પોરબંદરની કોલેજમાં નશા મુક્તિ અંગે વક્તૃત્વ, ચિત્ર અને ડિબેટ સ્પર્ધા યોજાઈ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી કાળમાં લાગતી વ્યસનની લત ભવિષ્યમાં ખૂબ જ નુકસાન કરતી હોવા અંગે માર્ગદર્શન અપાયું

પોરબંદરમાં એમડી સાયન્સ કોલેજમાં નશા મુક્તિ અંગે વકૃત્વ, ચિત્ર અને ડિબેટ સ્પર્ધા યોજાય હતી. વિદ્યાર્થી કાળમાં લાગતી વ્યસનની લત ભવિષ્યમાં ખૂબ જ નુકસાન કરતી હોવા અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદરમાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈ હર ઘર તિરંગા અંતર્ગત સ્વતંત્ર સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઘર, ગલી, મોહલ્લા, દુકાન અને કચેરી તેમજ સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશ માટે ગૌરવની ભાવના પ્રતિત કરી સ્વતંત્ર સપ્તાહની ઉજવણીમાં સહ ભાગી બની તેમજ નશામુક્ત ભારતનો સંકલ્પ લેવાના આશયથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શહેરમાં આવેલ એમડી સાયન્સ કોલેજ ખાતે નશાબંધી, વકૃત્વ, સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા તેમજ ડિબેટનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને ભારત દેશની આઝાદીમાં સહયોગ આપનાર ઘડવૈયાઓનું યોગદાન અંગે વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાથી પોતાના વિચારો રજૂ કર્યા હતા. નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલને જણાવ્યું હતું કે રાજ્ય નશાબંધી નીતિને વરેલું છે.

ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થી કાળમાં કેવી રીતે વ્યસનની લત લાગે અને ભવિષ્યમાં કેવી રીતે નુકસાન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમડી સાયન્સ કોલેજમાં યોજાયેલ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...