રજુઆત:રેલવે સ્ટેશનમાં મુસાફરોને પડતી અસુવિધા દૂર કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિફ્ટ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરો, પેસેન્જર એશોસિએશન પ્રમુખની રજુઆત

રેલવે સ્ટેશનમાં મુસાફરોને પડતી અસુવિધા દૂર કરવા જિલ્લા પેસેન્જર એશો.ના પ્રમુખ દ્વારા તંત્રને રજુઆત કરાઈ છે. પોરબંદરના રેલવે સ્ટેશન પર એક નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનો ઉપડતી નથી કે આવતી નથી. ટ્રેક નું સમારકામ ચાલતું હોવાથી ટ્રેન ત્રણ નંબરના પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને અન્ય ટ્રેનો પણ ત્રણ નંબરના પ્લેટફોર્મ પર આવે છે. અહીં લિફ્ટની સુવિધા નથી જેથી પહેલા નંબરના પ્લેટફોર્મ પરથી ત્રીજા નંબરના પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે.

ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો તેમજ મહિલા યાત્રીઓને સામાન સાથે ત્રીજા નંબરના પ્લેટફોર્મ પર પહોંચવા માટે ભારે હાલાકી રહે છે. એ સ્થળે પૂરતી લાઈટનો અભાવ છે. પ્લેટફોર્મ પર કેટલાક યાત્રીઓ પડી જાય છે અને ટ્રેક વચ્ચેથી પસાર કરે તો યાત્રિકોને દંડ ભરવો પડે છે. કેટલાક સમયે ટ્રેન છૂટી જવાની સંભાવના રહે છે. જેથી લિફ્ટ ની સુવિધા તેમજ ટ્રેકનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તે સહિતની સુવિધા ઉપલબ્ધ કરવા અંગે જિલ્લા પેસેન્જર એસોસીએશનના પ્રમુખ દિનેશ થાનકીએ તંત્ર સમક્ષ લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...