તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ગુજરાતમાં GTU દ્વારા લેવાતી ઓનલાઈન પરીક્ષાની એપ્લિકેશનમાં મુશ્કેલી દૂર કરો

પોરબંદર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એપ્લિકેશનથી છાત્રોના લેપટોપ હેંગ થઈ રહ્યા છે, પોરબંદરના છાત્ર આગેવાને રજુઆત કરી

ગુજરાતમાં GTU દ્વારા લેવાતી ઓનલાઈન પરીક્ષાની એપ્લિકેશનમાં મુશ્કેલી દૂર કરવા અંગે પોરબંદરના વિદ્યાર્થીઓના આગેવાને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

સમગ્ર ગુજરાતમાં GTU દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવવાની હોઈ તેમાં ઓનલાઇન એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીઓ અંગે ફરિયાદો મળતા પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓના આગેવાન નાગાર્જુન મોઢવાડીયા દ્વારા ગુજરાત રાજ્ય ના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા GTU ના ચેરમેન પ્રોફેસર ડોક્ટર નવીન શેઠ અને ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષણ સચિવ અંજુ શર્માને રજુઆત કરી જણાવ્યું હતું કે, હાલ કોરોના વૈશ્વિક મહામારી ના કારણે તમામ શાળા કોલેજો બંધ હોય તથા પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી રહી હોઈ, ત્યારે GTU દ્વારા MBA, એન્જીનીઅરીંગ, ફાર્મસિ સહિત જે પરીક્ષાઓ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા લેવામાં આવી રહી છે તેમાં વિદ્યાર્થીઓ ને પોતાના લેપટોપ કે સ્માર્ટ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની હોઈ પરંતુ મોટા ભાગ ના વિદ્યાર્થીઓની ફરિયાદ આવી રહી છે કે આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ ના લેપટોપ અને ફોનને હેંગ કરી નાખે છે, અને વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માં મુશ્કેલીઓ આવે છે તથા લેપટોપ અને ફોન પણ ખરાબ થઈ જાય છે જેથી આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપી શકે અને જો આ એપ્લિકેશન સુરક્ષિતના હોઈ તો વિદ્યાર્થીઓની પરીક્ષા અને ડેટા ની સુરક્ષા કઈ રીતે જળવાશે, આ બાબતે યોગ્ય તપાસ કરાવી અને તાકીદે નિર્ણય લઇ વિદ્યાર્થીઓના હિત માં નિર્ણય લેવા નાગાર્જુન મોઢવાડીયા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો