પ્લોટમાં ગંદકી:પાર્ટી પ્લોટની અવદશા દૂર કરો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ચોપાટી નજીક પાલિકા સંચાલિત પાર્ટી પ્લોટમાં ગંદકી ફેલાય
  • ત્રયેય ખુલ્લા ગેઈટમાં લોખંડના ગેઈટ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી

ચોપાટી નજીક પાલિકા સંચાલિત પાર્ટી પ્લોટની અવદશા યથાવત રહેલી છે. ત્રયેય મુખ્ય ગેઈટ ખુલ્લા છે ત્યારે અહી લોખંડના ગેઈટ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં ચોપાટી નજીકના પાર્ટી પ્લોટ બનાવવામાં આવેલ છે. પાર્ટી પ્લોટ ખાતેના મુખ્ય ત્રણેય લોખંડના ગેઈટ લાંબા સમયથી નીકળી ગયા છે જે હજુપણ ગેઈટ મૂકવામાં આવ્યા નથી જેથી કોઇપણ વ્યક્તિ પાર્ટી પ્લોટમાં આસાનીથી અંદર આવી શકે છે. પાર્ટી પ્લોટમાં અંદર ગંદકીના ગંજ ખડકાયા છે.

ભૂતકાળમાં આ પાર્ટીપ્લોટ ખાતે અનેક શુભ પ્રસંગો, કાર્યક્રમો થતા હતા પરંતુ જાળવણીના અભાવે આ પાર્ટીપ્લોટ ની અવદશા નજરે ચડે છે. જન્માષ્ટમી અને નવરાત્રી દરમ્યાન આ પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવ્યો હતો તેમજ દિવાળી દરમ્યાન ફટાકડાના સ્ટોલ માટે આ પાર્ટી પ્લોટ આપવામાં આવ્યો હતો. આ પાર્ટી પ્લોટના ત્રણેય ગેઈટ ખુલ્લા છે. ત્યારે પાર્ટી પ્લોટનું સમારકામ કરી, ત્રણેય સ્થળે લોખંડના ગેઈટ મૂકી, સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ પાર્ટી પ્લોટની જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...