ચેકીંગ:154 સ્થળેથી વીજચોરી ઝડપાઇ, 30 લાખના દંડનીય બિલ ફટકાર્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ તંત્રનું સધન ચેકીંગ, 1578 સ્થળ પર સર્ચ

પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજચોરી અંગે 1578 સ્થળે સધન ચેકીંગ હાથ ધરી કુલ 154 સ્થળેથી વીજચોરી ઝડપાતા કુલ રૂ. 30 લાખના દંડનીય પુરવણી બિલ ફટકાર્યા છે. પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના શહેર વિભાગીય કચેરી હેઠળ આવતા વધુ વિજ લોસ ધરાવતા ફીડરોમાં વિજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે પીજીવીસીએલ તંત્રની ટીમ, એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં રહેણાંક હેતુના 572 વિજ જોડાણો તથા વાણીજ્ય હેતુના 90 વિજ જોડાણો ચેક કરવામાં આવતા 57 વિજ જોડાણોમાં તથા વાણીજ્ય હેતુના 7 વિજ જોડાણમાં ગેરરીતી મળી આવતા આ શખ્સોને કુલ રૂ. 10.04 લાખના દંડનીય પુરવણી બીલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવેલ છે. આ ઉપરાંત રાણાવાવ શહેર, કુતિયાણા શહેર તથા તેનો આજુબાજુના ખેતીવાડી વિસ્તારમાં રહેણાંક હેતુના 725 વિજ જોડાણો, વાણીજ્ય હેતુના 99 અને ખેતીવાડીના 92 વિજ જોડાણો ચેક કરવામાં આવેલ હતા

​​​​​​​જેમાં રહેણાંક હેતુના 75 વિજ જોડાણોમાં, વાણીજ્ય હેતુના 6 અને ખેતીવાડીના 9 વિજ જોડાણોમાં ગેરરીતી જોવા મળતા આ ગેરરીતી કરનારને કુલ રૂ. 19.64 લાખના દંડનીય પુરવણી બીલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવેલ છે. જેના કારણે વિજચોરી કરનાર શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિજ લોસ ઘટાડવા સતત વિજ ચેકિંગ ડ્રાઈવો યોજવામાં આવશે તેવું પીજીવીસીએલ તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...