• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Electricity Festival Program Was Held At Porbandar, Collector Said Saving One Unit Of Electricity Is Equal To Producing One Unit Of Electricity.

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય:પોરબંદર ખાતે હેઠળ વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો, કલેક્ટરે કહ્યું-એક યુનિટ વીજળી બચાવવી એ એક યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા બરાબર

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશને ઝળહળતો રાખવા માટે ઉર્જા કર્મીઓનું યોગદાન અનેરું - જિલ્લા કલેક્ટર
  • વીજળીના ઉત્પાદનમાં ભારતે છેલ્લા આઠ વર્ષમાં અનન્ય સિદ્ધિ મેળવી - બાબુ બોખીરીયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા પોરબંદર ખાતે વીજળી મહોત્સવનું આયોજન કરાયું હતું. જેના અંતર્ગત પોરબંદરના બિરલા હૉલ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય હેઠળ વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીજ ઉત્પાદનની ક્ષમતા તથા પાવર સેક્ટરની મુખ્ય સિધ્ધિઓને પ્રકાશિત કરવાની સાથે વર્ષ 2047ના લક્ષ્યાંક વિશે વીડિયો પ્રદર્શન યોજવાની સાથે વીજ ઉત્પાદન અને વીજ બચત થાય તે હેતુથી માહિતી અને મનોરંજનમાં નાટક પણ યોજવામાં આવ્યું હતું.

દેશને ઝળહળતો રાખવા માટે ઉર્જા કર્મીઓનું યોગદાન અનેરું - કલેક્ટર
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, એક સમયે રાત્રે વીજળીના સ્ત્રોત તરીકે કેરોસીનના દિવા,ફાનસ કે મીણબત્તીનો ઉપયોગ થતો હતો. અત્યારે 24 કલાક વીજળી ગામે ગામ મળી રહી છે. દેશને ઝળહળતો રાખવા માટે ઉર્જા કર્મીઓનું યોગદાન અનેરું છે. આ તકે કલેક્ટર અશોક શર્માએ ઉર્જા કર્મીઓને અપીલ પણ કરી હતી કે સ્કૂલ, કોલેજ, સંસ્થાઓ સહિત સ્થળોએ વીજ બચતની માહિતી પૂરી પાડી લોકો વીજળીનું મહત્વ સમજે તે માટે વધુ પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક યુનિટ વીજળી બચાવવી એ એક યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા બરાબર છે. તેમજ ઊર્જા બચતનો પ્રચાર પ્રસાર કરવા પણ જણાવી ચાલુ વરસાદમાં પણ સતત ફરજ બજાવતા વીજ કર્મીઓની સેવાઓને બિરદાવી હતી.

વીજળી 24 કલાક આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું - બાબુ બોખીરીયા
આ તકે ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કહ્યું કે, વીજળીના ઉત્પાદનમાં ભારતે છેલ્લા આઠ વર્ષમાં અનન્ય સિદ્ધિ મેળવી છે, તથા દેશના જે ગામડાઓમા વીજળી નહોતી ત્યાં વીજળી પહોંચાડી છે.ગામડાઓમાં ૩ફેઝ વીજળી 24 કલાક આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો અને પી.જી.વિ.સી.એલના સ્ટાફ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...