તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:જિલ્લામાં વિજ વપરાશ 5.5 ટકા વધ્યો, આ વર્ષે 16,054 ગ્રાહકોનાે વધારો થયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં વિજ વપરાશ 2.26 કરોડ યુનિટ વધ્યો છતાં વીજ તંત્રને 9.97 કરોડની આવક ઘટી
  • કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝમાં 94 લાખ યુનિટનો ઓછો વપરાશ નોંધાયો

પોરબંદર જિલ્લામાં વિજ વપરાશ 2.26 કરોડ યુનિટ વધ્યો છતાં વીજ તંત્રને 9.97 કરોડની આવક ઘટી છે. વીજ વપરાશમાં 5.5 ટકાનો વધારો નોંધાયો છે. કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝમાં 94 લાખ યુનિટનો ઓછો વપરાશ નોંધાયો છે.કોરોનાના કારણે લાદવામાં આવેલ લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે લોકો વધુ સમય ઘરમાજ પસાર કરી રહ્યા છે. તેમજ સ્વૈચ્છિક લોકડાઉન અને દુકાનદારો મર્યાદિત સમય માટે જ દુકાનો ખુલી રાખે છે. આ કારણોસર પોરબંદર શહેર અને જિલ્લામાં વીજ વપરાશમાં ઘણો વધારો થયો છે.

વર્ષ 2019-20 ની સરખામણીએ 2020-21 માં શહેર જિલ્લાના વીજ વપરાશમાં 2.26 કરોડ યુનિટ વપરાશનો વધારો એટલેકે ગત વર્ષની સરખામણીએ 5.5 ટકાનો વીજ વપરાશ યુનિટમાં વધારો થયો છે. બીજીતરફ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કડક નિયંત્રણોને કારણે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલમાં 94 લાખ યુનિટ વીજ વપરાશમાં ઘટાડો થતા વીજ તંત્રને 9.97 કરોડની આવક ઘટી છે. ગત વર્ષની સરખામણીએ 11.60 ટકા આવક ઘટી છે.

લોકડાઉનથી કોમર્શિયલ વિજ વપરાશ ઘટ્યો
લોકડાઉનથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ રહેતા વીજ વપરાશમાં ધરખમ 94 લાખ યુનિટના વપરાશ ઘટ્યો છે જ્યારે રેસિડેન્ટલ વીજ વપરાશમાં 95 લાખ યુનિટનો વધારો નોંધાયો છે. - નાગાજણભાઈ પરમાર ડેપ્યુટી એન્જીનીયર, પીજીવીસીએલ, પોરબંદર

​​​​​​​પીજીવીસીએલના વર્ષ 2020-21 મા 2,19,434 ગ્રાહકો છે. જેથી આ વર્ષે 16,054 ગ્રાહકોનો વધારો થયો છે. 7.83 ટકા ગ્રાહકોનો વધારો થયો છે.

તાલુકા પ્રમાણે વિજ વપરાશ યુનિટ કરોડમાં

શહેર20-2119-20તફાવત
પોરબંદર18.7817.90.88
રાણાવાવ6.165.360.8
કુતિયાણા5.65.020.58
કુલ30.5428.282.26

​​​​​​​વિજ તંત્રની લેણાની બાકી રકમ 3.21 કરોડે પહોંચી

પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું કે માર્ચ 2019 માં લેણાની બાકી રકમ 1.06 કરોડ હતી જ્યારે માર્ચ 2020મા 3.06 કરોડ અને માર્ચ 2121મા 3.21 કરોડ રૂપિયા લેણાની રકમ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...