તૈયારીઓ શરૂ:પોરબંદરમાં બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલના પ્રમુખએ રાજીનામું આપી દેતા 24 મીએ ચૂંટણી યોજાશે

પોરબંદરમાં બાર એસોસિએશનમાં ફરીથી પ્રમુખ પદની ચુંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલના પ્રમુખ એ રાજીનામું આપતા આગામી 24 મી એ ફરી એકવાર પ્રમુખપદની ચૂંટણી યોજાશે. પોરબંદરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા હીરાભાઈ સાદિયાએ રાજીનામું આપી દેતા આગામી 24મી મેના રોજ માત્ર પ્રમુખ પદ માટે ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ જાહેરાત ચૂંટણી માટે અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ એડવોકેટ એન. જે. શિયાણી તથા એડવોકેટ એચ. પી. ટેવાણી અને એડવોકેટ મહેશ પરમારે જણાવ્યું હતું. આ જાહેરાત અનુસાર પ્રમુખ પદ માટે તારીખ 18 અને 19 ના રોજ ફોર્મ વિતરણ શરૂ કરાશે અને ફોર્મ ભરી શકાશે તેમજ 20-5-2022 ના રોજ ફોર્મની ચકાસણી થશે તથા ફોર્મ પરત ખેંચી શકાશે.

24-5- 2022 ના રોજ મતદાન થશે અને ત્યારબાદ મતગણતરી થશે તે જ સાથે નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તારીખ 31-12-2021 સુધીમાં તથા 17-5-2022 સુધીમાં જે એડવોકેટ સભ્યોએ ફી ભરેલી હશે તેવા એડવોકેટ સભ્યો જ મતદાન કરી શકશે

અન્ય સમાચારો પણ છે...