તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં આખલાનો ત્રાસ:પોરબંદરમાં આખલા યુદ્ધમાં વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઇજા, પકડવા માટે ઝુંબેશ શરૂ કરવા માંગ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં રઝળતા આખલાઓ યુદ્ધે ચડતા એક વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈંજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

પોરબંદર શહેરમાં રઝળતા આખલાનો આતંક વધી રહ્યો છે. પોરબંદરના ઉધોગનગર આશાપુરા વિસ્તારમાં રહેતા પ્રભુદાસભાઈ વલ્લભદાસ સાયાણી નામના 65 વર્ષીય વૃદ્ધ બપોરે ચાર વાગ્યે રેલવે સ્ટેશન પાસે આવેલ ચાની કેબિને ચા પીતા હતા તે દરમ્યાન આ વિસ્તારમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને આખલાએ આ વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધ પડી ગયા હતા. આખલાએ હડફેટે લેતા વૃદ્ધને માથામાં ઇંજા પહોંચતા લોહી નીકળતા હતા જેથી તુરંત 108 એમ્બ્યુલન્સને બોલાવી એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે હું તો બેસીને ચા પીતો હતો, પાછળથી આખલાએ હડફેટે લીધો હતો. શહેરમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...