કોરોના સંક્રમણ:નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધનો ખાનગી લેબમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, સિવીલમાં દાખલ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવીલમાં વૃદ્ધનો ફરીથી આરટીપીસીઆર કરાવ્યો

નૈરોબીથી પોરબંદર આવેલ વૃદ્ધનો ખાનગી લેબ ખાતે કોરોના પોઝિટીવ આવ્યો છે. આ વૃદ્ધને સિવીલમાં દાખલ કરાયા છે. ઓમિક્રોન ના કેસો વધી રહ્યા છે ત્યારે પૂર્વ આફ્રિકાના નૈરોબીથી પોરબંદર એક વૃદ્ધ આવ્યા છે જેનો ખાનગી લેબ ખાતે કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. ગત તા. 6 ડિસેમ્બરના રોજ એક 65 વર્ષીય વૃદ્ધ નૈરોબીથી ફ્લાઈટમાં મુંબઇ પહોંચ્યા હતા. અને ત્યાંથી ફ્લાઇટ મારફત તેઓ રાજકોટ પહોંચ્યા હતા. બાદ રાજકોટથી કાર મારફત તેઓ પોરબંદર આવ્યા હતા.

આ વૃદ્ધ ભદ્રકાળી રોડ નજીક રહેતા હોવાનું જાણવા મળે છે. આ વૃદ્ધ હોમ ક્વોરન્ટાઈન હતા અને આ વૃદ્ધ કોરોના ટેસ્ટ માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા ત્યાંથી ખાનગી લેબમાં મોકલવામાં આવતા આ વૃદ્ધનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં આ વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા તેની જાણ સિવિલ હોસ્પિટલને કરવામાં આવતા હાલ આ વૃદ્ધને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને સિવીલમાંથી તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ આજે શુક્રવારે આવશે. જો આ રિપોર્ટ પોઝિટીવ આવશે તો ઓમીક્રોન અંગેના રિપોર્ટ ટેસ્ટ માટે પુના ખાતેની લેબમાં મોકલવામાં આવશે તેવું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. હાલ આ વૃદ્ધને સિવીલમાં એક અલગ વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...