હાથાપાઈ:પોરબંદરના કડિયાપ્લોટમાં 3 યુવાન પર આઠ શખ્સનો તલવાર વડે હુમલો, ત્રણેય યુવાનને ઇજા પહોંચતા સારવારમાં

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગલીમાંથી નીકળતા કતરાવા બાબતે માર માર્યો, ત્રણેય યુવાનને ઇજા પહોંચતા સારવારમાં

પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં 3 યુવાન ગલી માંથી નીકળતા કતરાવા નું મનદુઃખ રાખી 8 શખ્સોએ તલવાર વડે હીંચકાર હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પોરબંદરના કડીયાપ્લોટ માં રહેતો રાહુલ મનસુખ મકવાણા તથા તેના મિત્ર માનવ કારા બેરા અને રાહુલ ભીમા ઓડેદરા નામના યુવાનો 2 દિવસ પહેલા એક ગલી માંથી નીકળ્યા હતા ત્યારે ઇન્દ્રજીતસિંહ ઝાલા સહિતના તેમની સામે જોઇને કતરાઈને જોતા હતા, બાદમાં ફરીથી આ યુવાનો બાઈક લઈને ઇન્દ્રજીતસિંહ, ભરતસિંહ ઝાલા અને અજયસિંહ જેઠવા ના લતા માંથી પસાર થતા ઇન્દ્રજીતસિંહ એ ગાળો કાઢતા તેને સમજાવવા જતા શખ્સોએ  ત્રણેય યુવાનને મારી નાખવાના ઇરાદે તલવાર વડે માર મારી ઈંજાઓ પહોંચાડી હતી અને 3 શખ્સો ઉપરાંત અજાણ્યા શખ્સોએ યુવાનોને ઢીકાપાટુ નો માર મારી જીવલેણ ઈંજાઓ પહોંચાડી હતી, ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે 8 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ કમલાબાગના પીઆઈ એસ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...