મોટિવેશન કાર્યક્રમ:મિલકત અને રૂપિયા કરતા શિક્ષણ અને સંસ્કાર અતિ મહત્વના છે : ડો. ભરડા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી ડેપો ખાતે અકસ્માત નિવારણ બેઠક યોજાઇ
  • ડ્રાઇવરો માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરાયું

પોરબંદરના એસટી ડેપો ખાતે અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ હતી સાથોસાથ ડ્રાઇવરો માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પોરબંદરના એસટી ડેપો ખાતે ડેપો મેનેજર હિરીબેન કટારાના અધ્યક્ષ સ્થાને અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટીના ડ્રાઇવરોને માર્ગ પર અકસ્માત ન થાય તે માટે સમજૂતી આપવામાં આવી હતી અને ડ્રાઇવરોએ ચાલુ બસે મોબાઈલ પર વાત ન કરવા, સીટબેલ્ટ બાંધવા, આરટીઓના નિયમોનું પાલન અને મુસાફરોની સલામતી તેમજ કેફી પીણું વ્યસન નહિ કરવા અંગેના શપથ લીધા હતા.

આ સાથે ડ્રાઇવરો માટે મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણવિદ ડો. ઇશ્વરલાલ ભરડાએ ઉપસ્થિતોને મહાત્મા ગાંધીજી, અબ્દુલ કલામ ના જીવન વિશે સમજાવી મોટીવેટ કર્યા હતા અને જીવનમાં રૂપિયા, મિલકત જરૂરી છે પરંતુ શિક્ષણ સંસ્કાર અને પ્રામાણિકતા અતિ મહત્વનો ભાગ ભજવે છે. માનસિક શાંતિ, સ્થિરતા અને શારીરિક સ્વાસ્થ્ય માટેની માહિતી ઉપરાંત વિવિધ મુદ્દાઓ વિષે માહિતી આપી હતી. આ તકે બહોળી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...