ગાઇડ લાઇન જાહેર:આર્થિક રીતે સદ્ધર લોકો ગરીબોના હિતમાં અનાજના મળતા લાભો જતા કરે : કલેક્ટર

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં રાશનકાર્ડથી મેળવવાના થતા અનાજની ગાઇડ લાઇન જાહેર કરાઇ

રાજય સરકારના અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગર ઠરાવ દ્રારા કોને અનાજ મળે તથા કોને અનાજ ન મળે તે અંગેની પાત્રતાઓ માટે જોગવાઇ થયેલ છે. જોગવાઇ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે.

જે કુટુંબનો કોઇપણ સભ્ય યાંત્રીક રીતે ચાલતું ચાર પૈડા વાળુ વાહન કાર કે યાંત્રીક માછીમારીની બોટ ધારણ કરતું હોય, જે કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી કર્મી હોય, સીવાય કે સરકારી કચેરી બોર્ડ કે નિગમ અન્ય સરકારી એજન્સી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સહીત સંબધીત કચેરીઓમાં આઉટ સોર્સીગથી વર્ગ 4ની કામગીરી કરતો હોય,જે કુટુંબનો કોઇ પણ સભ્ય માસિક રૂ. 10 હજારથી વધુ આવક ધરાવતો હોય.

જે કુટુંબનો કોઇ પણ સભ્ય આવકવેરો, વ્યવસાય વેરો ચુકવતો હોય. જે કુટુંબ પાંચ એકર કે તેથી વધું બે કે તેથી વધું સીજનમાં પાક લેતી પિયત વાળી જમીન ધરાવતું હોય. જે કુટુંબ 7.5 એકર કે તેથી વધું જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતુ હોય. જે કુટુંબનો કોઇ પણ સભ્ય સરકારી પેન્શનર હોય, જે કુટુંબ આર્થીક સુખાકારી સધ્ધરતા ધારણ કરતું હોય, આ મુજબની પાત્રતા ધરાવતા હોવા છતાં ધણા કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા -2013 હેઠળ અનાજનો જથ્થો મેળવતાં હોવાની મૈાખિક ફરીયાદો રજુઆતો અવાર નવાર થતી હોય છે.

આ મુજબની આર્થીક સધ્ધરતા ધરાવતા કાર્ડ ધારકોને કારણે સરકારને વધારાના બોજ પડે છે. જેથી આ પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોએ તા.30/6/2022 સુધીમાં પોતાનું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નું રેશનકાર્ડ -બીપીએલ યોજનાનું રેશનકાર્ડ સ્વૈચ્છાએ રદ કરાવા માટે જે તે તાલુકાની મામલતદાર કચેરીના પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડ - આધારકાર્ડની નકલ જોડી અરજી સાથે રૂબરૂ રજુ કરવા જણાવામાં આવે છે.

આવા રેશનકાર્ડ ધારકો તેમ કરવામાં ચુક કરશે તો તા.1 જુલાઈથી ઝુંબેશરૂપી તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહિવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં અવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા જણાવાયું છે. આર્થિક સધ્ધરતા ધરાવતા રેશનકાર્ડ ધારકોએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળનું રેશનકાર્ડ- બીપીએલ કાર્ડ યોજનાનું રેશનકાર્ડ રદ કરાવી જરૂરીયાતમંદ પરિવારો પ્રત્યે માનવતાનો અભિગમ દર્શાવવા જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...