અકસ્માત:માધવપુર નજીકના પાતા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે વહેલી સવારે અકસ્માત, 2 યુવાનના મોત નિપજ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માધવપુર નજીકના પાતા ગામ પાસે ગઇકાલે વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. માધવપુરમાં મેળાને કારણે પોરબંદર-સોમનાથ દ્વારકા હાઇવે પર સતત વાહનોની અવર જવર ચાલુ રહી હતી. જેમાં ગુરૂવારે વહેલી સવારે પાતા ગામ પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે.

આ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે આ યુવાનો મેળામાં પોતાની આજીવીકા રળી અને બાઇક ઉપર પાતા ગામ તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન એક કાર સાથે તેનું બાઇક અથડાતા આ યુવાનોના મોત નિપજયા હતા.

અન્ય સમાચારો પણ છે...