તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અગાઉ આચરેલ પાંચ ગુન્હાના જામીન રદ્દ કરી જેલ હવાલે કરાયો

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકજ પ્રકારના ગુન્હાના આરોપી વિરુદ્ધ રાણાવાવ કોર્ટે કાર્યવાહી કરી

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હાનો આરોપી રૈયા જીવા ગુરગુટીયા રહે.આદિત્યાણા વાળા વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબીશનનોગુન્હો રજી.થતા આરોપીને રાણાવાવ કોર્ટમાં પોલીસ દ્રારા પ્રોડ્કશન સાથે રજુ કરતા રાણાવાવ કોર્ટના સરકારી વકિલ જયેશભાઇ ઓડેદરાએ આ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં પોલીસ તરફે થી ધારદાર દલિલો કરી આરોપીના ગુન્હાના કામે જામીન નામંજુર કરાવેલ તેમજ સરકાર તરફે વકિલ દ્રારા કોર્ટમાં એવી દલિલ કરવામાં આવેલ કે, આ આરોપીએ અગાઉ પણ પ્રોહીબીશનના ગુન્હાઓ કરેલ છે

જે ગુ્ન્હામાં આરોપીને શરતોને આધિન જામીન પર મુક્ત થયેલ હોય પરંતુ આ આરોપી પોતાનો દારૂનો વ્યવસાય બંધ ન કરી અવાર નવાર આવા ગુન્હાઓ આચરતો રહેલ હોય જેથી કોર્ટે આરોપીને શરતોને આધિન જામીન પર મુક્ત કરેલ છે જે શરતોનો ભંગ કરી આ આરોપીને કાયદાનુ ભાન કરાવવા માટે અગાઉ આચરેલ પાંચ ગુન્હાના જામીન પણ રદ કરવા જોઇએ. આવી ધારદાર દલિલ કોર્ટે ગાહ્ય રાખી આરોપી રૈયા જીવા ગુરગુટીયાના અગાઉ ના પાંચ ગુન્હાના જામીન રદ કરી તમામ ગુન્હાના કામે રાણાવાવ કોર્ટ દ્રારા જેલ વોરંટ ભરી આરોપીને પોરબંદર ખાસ જેલ હવાલે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો