અહો આશ્ચર્યમ! દારૂબંધી કાગળ પર!:ટીવી ડીબેટ દરમ્યાન 2 શખ્સ નશો કરેલ હાલતમાં ઘૂસ્યા

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશો કરેલ​​​​​​​ હાલતમાં પોતાના વિસ્તારની સમસ્યા વર્ણવી, પોલીસે બન્ને શખ્સને ઝડપી કાર્યવાહી કરી

પોરબંદરના રાજ મહેલ ખાતે એક ટીવી ડીબેટ દરમ્યાન 2 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધા હતા.જિલ્લામાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી દારૂની બદીને ડામવા પ્રયાસ કરવામાં આવે છે. પોરબંદરના રાજમહેલ ખાતે એક ચૂંટણી અનુલક્ષીને ડીબેટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બન્ને પક્ષના કાર્યકરો ડીબેટ દરમ્યાન આક્ષેપો કરતા હતા તે દરમ્યાન રાજ મહેલ વિસ્તારમાં રહેતા અરજણ ખીમા સિંધલ અને બોધા કારા મકવાણાએ પોતાના વિસ્તારની સમસ્યા જણાવવા આગળ આવ્યા હતા.

અને માઈકમાં પોતાના વિસ્તારની સમસ્યા વર્ણવી હતી. એકત્ર થયેલ લોકો વચ્ચે દારૂબંધી નો મુદ્દો ઉછડ્યો હતો. નશો કરીને અહી ડીબેટમાં આવા લોકો આવે છે. રાજ્યમાં દારૂબંધી છે પરંતુ અહી શરાબ પી ને લોકો પોતાના વિસ્તારની સમસ્યા બતાવતા આવ્યા છે તેવું પણ ડીબેટમાં જાહેરમાં બોલાયું હતું. આ બન્ને શખ્સ નશો કરેલ હાલતમાં હોવાથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ બન્ને શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...