રજૂઆત:ચોમાસા દરમિયાન જોખમી નદી, તળાવ સહિતના સ્થળો પર પ્રવેશબંધી ફરમાવો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં જાનહાનિના બનાવો અટકાવવા સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ

પોરબંદર શહેરના સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું છે, કે ચોમાસા દરમિયાન ખુબ જ જાનહાનિના બનાવો બનતા હોય છે. જેથી તકેદારીના ભાગરૂપે હરવા ફરવા લાયક સ્થળોએ કે જ્યાં જોખમ છે ત્યાં અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવે, માધવપુરનો દરિયો ચોમાસામાં ખૂબ જ જોખમી હોય છે.

દરિયામાં કરંટ હોય અને જોખમી મોજા ઉછળતા હોય છે. અહીં બહારથી આવતા પર્યટકો વધુ પ્રમાણમાં માધવપુરની મુલાકાત લેતા હોય છે. અગાઉ જાનહાનીની ઘટનાઓ સામે આવી હતી. ખાસ કરીને જોખમી સ્થળો ઉપર પોલીસ પહેરો મૂકી નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ ન બને અને સલામતીના ભાગરૂપે ચોમાસા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

ઉપરાંત બરડા ડુંગર વિસ્તારમાં કુદરતી જરણા અને તળાવો ખૂબ જ ઉડા છે. આદિત્યાણા પાસે અને બિલેશ્વર આસપાસના વિસ્તારોમાં ડુંગર વિસ્તારોમાં ઉપરાંત જિલ્લામાં જ્યાં પણ આવી જોખમી નદી કે તળાવ હોય ત્યાં ચોમાસા દરમિયાન સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવામાં આવે, ચોક્કસ સ્થળોએ પ્રવેશબંધી ફરમાવાતું તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડી જનહિતમાં નિર્ણય કરવામાં આવે તે ખૂબ જરૂરી હોવાનું દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા જણાવવામાં આવ્યું છે.

થાપાવાળી ખોડીયાર અને આદિત્યાણા વિસ્તારમાં પણ અગાઉ જાનહાનિના બનાવો બન્યા છે. જેથી જરૂર પડ્યે પોલીસનો પહેરો મૂકવામાં આવે છે. જેથી નિર્દોષ લોકો તેમજ બહારથી આવતા પર્યટકો અકસ્માતનો ભોગ ન બને માટે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...