ઉદ્ઘાટન:ભારતીય તટરક્ષકદળના મહાનિર્દેશક પોરબંદરની બે દિવસની મુલાકાતે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું : અધિકારીઓ, નાવિકો સાથે સંવાદ કર્યો

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન 16 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના ઉત્તર પશ્ચિમી પ્રદેશ પોરબંદરની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે પોરબંદરના ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન આજ રોજ રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના ઉત્તર પશ્ચિમી પ્રદેશ પોરબંદરની મુલકાતે આવ્યા છે. મહાનિદેશકને પોરબંદર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહાનિદેશકે પોરબંદરના ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ICG પરિવારો માટે તૈયાર કરવામાં આવેલા 480 મકાનોનો પ્રોજેક્ટ છે. ICGના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક આ પ્રોજેક્ટ છે. આ મુલાકાત દરમિયાન, મહાનિદેશકે અધિકારીઓ, નાવિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો.

અસ્કયામતોને ઓપરેશન હાથ ધરી શકાય તેવી સ્થિતિ જાળવી રાખવા માટે તેમના ખંત અને એકધારા પ્રયાસો બદલ મહાનિદેશકે તેમની પ્રશંસા કરી હતી. તેમણે કર્મીઓને પરિચાલનની તૈયારીઓના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...