હાલાકી:પોરબંદરમાં ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવામાં અરજદારોને હાલાકી

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર કામ કરવું તો દૂર પણ સારૂં વર્તન પણ કરવામાં આવતું નથી

પોરબંદરના જીલ્લા સેવા સદનમાં અરજદારોને ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારો જીલ્લાના છેવાડાના વિસ્તારમાંથી રેશનકાર્ડ લેવા જાય છે ત્યારે તમારું કામ થયું નથી કાલે આવજો તેમ જણાવી દેવાય છે. જીલ્લા સેવા સદન સુધી લંબાઇને આવતા લોકો સાથે સમયસર કામ કરવું તો દૂર પણ સારું વર્તન પણ કરાતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

પોરબંદર જીલ્લામાં રહેતા લોકોને જયારે રેશનકાર્ડ ખોવાઇ જાય અથવા તો તૂટી ફૂટી જાય તો નવા રેશનકાર્ડ માટે જન સેવા કેન્દ્ર ખાતે અરજી અને ચલણની ભરપાઇ કરી દે છે ત્યારબાદ ફીગરપ્રિન્ટ દેવા માટે જીલ્લા સેવા સદન-1 ખાતે મોકલે છે. જીલ્લા સેવા સદન-1 ખાતે અરજદારોના ફીગર પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવાઓની વસુલાત કર્યા બાદ અન્ય દિવસે તેમનું રેશન કાર્ડ લઇ જવા જણાવાય છે પરંતુ અરજદાર જયારે રેશનકાર્ડ લેવા જાય છે ત્યારે તેમને ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે આજે તમારું કામ થયું નથી કાલે આવજો.

આવા જવાબો મળવાથી ગામડામાંથી આવતા અરજદારોને ટીકીટ ભાડાની સાથે સાથે સમયનો વેડફાટ પણ થાય છે. આ અંગે સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ લેખીત રજૂઆત કરી છે કે છેવાડાના ગ્રામ્ય પંથકમાંથી આવતા અરજદારો ધરમના ધક્કા થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...