શાળાઓના સમયમાં ફેરબદલ:શિયાળામાં કોલ્ડ વેવના કારણે તમામ શાળાઓના સમયમાં ફેરબદલ કરાશે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડી શાળાઓને જાણ કરાઇ

પોરબંદર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડી તમામ શાળાના આચાર્યોને જાણ કરવામાં આવી છે જેમાં હાલ શિયાળાના કારણે કોલ્ડ વેવની અસર હોય છે જેથી પોરબંદર જિલ્લાની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવા નોધ લેવા જણાવ્યું છે. જે મુજબ તમામ સરકારી પ્રા. શાળાઓ સમય સોમવાર થી શુક્રવાર રાબેતા મુજબ રહેશે તથા જે શાળાઓ પાળી પધ્ધતિથી ચાલે છે તેનો સમય સવારે 7:30 થી 12:30 અને બીજી પાળીનો સમય 12:45 થી 05:45 સુધીનો રાખવાનો રહેશે.

તમામ ખાનગી પ્રા. શાળાઓ જે સવારની પાળીમાં ચાલે છે તેનો સમય સોમવાર થી શુક્રવાર સુધી સવારના 9:30 થી 1 વાગ્યા સુધીનો રાખવાનો રહેશે બાકીની પ્રાથમિક શાળાઓનો સમય રાબેતા મુજબ રહેશે. તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે સવારની પાળીમાં ચાલે છે તેનો સમય સોમવાર થી શુક્રવાર સુધી સવારના 7:30 થી 1 વાગ્યા સુધીનો રહેશે. ઉપરાંત તમામ સરકારી. ખાનગી પ્રા. શાળાઓ તથા તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો શનિવારનો સમય સવારે 7:30 થી 11:30 વાગ્યા સુધીનો રાખવાનો રહેશે.

પરંતુ જો કોઈ શાળા બે પાળીમાં ચાલતી હોય તો તેવી શાળાઓનો બીજી પાળીનો સમય 12 થી 4 કલાક સુધીનો રાખવાનો રહેશે. ઉલ્લેખનીય છેકે, શિયાળા દરમ્યાન શાળાના સમયમાં ફેરફાર કરવા અંગે તાજેતરમાં જ જિલ્લા NSUI દ્વારા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...