દર્દીઓની લાંબી કતાર:સ્ટાફની ઘટ હોવાથી સરકારી હોસ્પિટલમાં એક જ દવા બારી ખુલ્લી રાખવામાં આવે છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને દવા લેવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, દવા લેવા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર લાગી

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દવાબારી વિભાગમાં સ્ટાફની ઘટ સર્જાઈ છે. આ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ સારવાર માટે આવે છે અને તબીબ દ્વારા દવા લખવામાં આવે છે ત્યારે અહીંની દવાબારી ખાતે માત્ર એક જ બારી ખુલ્લી રાખવામાં આવતા દર્દીઓની લાંબી કતાર લાગી હતી. બહારગામથી આવતા દર્દીઓને લાઈનમાં મોડે સુધી ઉભવું પડતાં દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દવા લેવા દર્દીઓની કતાર જામી હતી.

સિનિયર સિટીઝન અને અતિ બીમાર દર્દી ને પણ હાલાકી વેઠવી પડે છે અને અન્ય દર્દીઓને કતારમાં ઉભા રહેવાથી સમય સર પોતાના મુકામે પહોંચી શકતા નથી જેથી બીજી દવાબારી ચાલુ કરવા દર્દીઓએ માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે, સિવિલ હોસ્પિટલ ખાતે 2 દવાબારી આવેલ છે. ત્યારે અહી કુલ 7 ફાર્માસિસ્ટ હતા જેમાંથી 2 નાઈટમાં અને 1 એમઆર માં હતા અને 2 ફાર્માસિસ્ટ રાજીનામું આપી દેતા કુલ 2 ફાર્માસિસ્ટ જેમાંથી 1 ઇન્ચાર્જ છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડો. દક્ષાબેન પરમારે જણાવ્યું હતુંકે, 2 ફાર્માસિસ્ટની ઘટ છે. ડિમાન્ડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...