વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી:પોરબંદરમાં જાળવણીના અભાવે હેરિટેજ ઇમારતો બિસ્માર બની

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિક ધરોહર બિસ્માર - Divya Bhaskar
ઐતિહાસિક ધરોહર બિસ્માર

વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે ત્યારે પોરબંદરમાં અનેક ઐતિહાસિક ધરોહર બિસ્માર બની છે. જતન ન થતા ધરોહર દિવસે ને દિવસે બદતર હાલતમાં ફેરવાઈ રહી છે જેમાં પોરબંદરમાં આવેલ મિડલ સ્કૂલ હાલ ખંડેર બની છે. આ સ્કૂલ ઐતિહાસિક છે અને સ્કૂલનું બાંધકામ ઘોડાપથ્થરથી બનાવેલ છે.

ભવ્ય ભૂતકાળ ધરાવતી મિડલ સ્કૂલ દોઢ દાયકાથી પણ વધુના સમયથી બંધ હાલતમાં છે. જ્યારે પોરબંદરના સ્ટેટ લાયબ્રેરી ખાતે આવેલ ટાવરમા ઘડિયાળ જ રહી નથી. અને બિલ્ડીંગની જાળવણી થતી નથી. આ ઉપરાંત જૂની કોર્ટ પણ જર્જરિત હાલતમાં છે. જૂની કોર્ટ ખાતે પણ જતન ન થતા આ જૂની કોર્ટના રૂમો ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે.

આ ઉપરાંત શીતલાચોક દરબાર ગઢ, શિક્ષણ અધિકારીની કચેરી, આરજીટી કોલેજનું અધૂરું બાંધકામ સહિતની ધરોહર બદતર હાલતમાં છે. જેથી આ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરી, જરૂરી મરામત કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...