કુતિયાણાના જુણેજ ગામનો બનાવ:બીમારીના કારણે શરીરે પેટ્રોલ છાંટી યુવાને આપઘાત કર્યો, હોસ્પિટલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણાના જુણેજ ગામે રહેતા એક યુવાને બીમારીના કારણે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી આપઘાત કરી લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. કુતિયાણાના જુણેજ ગામે રહેતા રોહન નેભાભાઈ પરમાર નામના 25 વર્ષીય યુવાનને લાંબા સમયથી વાય એટલેકે આંચકીની બીમારી હતી.

આથી આ બીમારીથી કંટાળી જઈને આ યુવાને પોતાના ઘરે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આંગ ચાંપી દેતા આ યુવાન ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ યુવાને બીમારીના કારણે આપઘાત કર્યાનું નેભાભાઈ હરદાસભાઈ પરમારે પોલીસને જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...