તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નશા મુક્ત જિલ્લો જવાબદારી આપણા સૌની થીમને સાકાર કરવા પ્રતિજ્ઞા લીધી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજ સુરક્ષા કચેરી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શિબિર યોજાઈ

નશામૂક્ત ભારત અભિયાન હેઠળ સમાજ સુરક્ષા પોરબંદર દ્વારા નશા મૂક્ત પોરબંદર જિલ્લો જવાબદારી આપણી સૌની થીમ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ હતી. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા દેશના 272 જિલ્લામાં વિવિધ નશામાંથી લોકો મૂક્ત થાય તે માટે નશા મૂક્ત ભારત અભિયાન ચાલુ છે. જે અંતર્ગત સમાજ સુરક્ષા કચેરી પોરબંદર દ્વારા ગૃહ રકક્ષક દળ, તટરક્ષક દળ, અને નશાબંધી આબકારી ખાતાના સંકલનમાં રહી એક દિવસીય તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય સ્તરે કામ કરનારા હોમગાર્ડનાં જવાનો, તટરક્ષક દળના જવાનો અને વિવિધ પો.સ્ટેના જવાનોને નશા મૂક્ત ભારત અભીયાનમાં સહભાગી થવા અને નાગરિકોને કેવી રીતે દુર રાખી શકાય તે બાબતે તાલીમ અને માર્ગદર્શન સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. મોરી દ્વારા આપવામાં આવ્યુ અને નશા મૂક્ત પોરબંદર જિલ્લો જવાબદારી આપણા સૌની થીમને સાકાર કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...