તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:પોરબંદરમાં ઝરમર ધીમીધારે અડધાથી પોણો ઇંચ વરસાદ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદ થતાં આગોતરૂ વાવેતર કરેલા ખેડૂતોને માથેથી ચિંતાના વાદળો દૂર થયા હતા. - Divya Bhaskar
વરસાદ થતાં આગોતરૂ વાવેતર કરેલા ખેડૂતોને માથેથી ચિંતાના વાદળો દૂર થયા હતા.
  • બરડા પંથકના બગવદર, મોઢવાડા, ફટાણા, નાગકા ગામે વરસાદ

પોરબંદરમાં મોડે મોડે પણ મંડાયેલા મેઘરાજાએ બે દિવસથી ધીમી ધારે વરસવાનું ચાલુ રાખતા સમગ્ર જીલ્લામાં વાવેતર કરાયેલ મગફળી અને કપાસના પાકને જીવતદાન મળી ગયું છે. આજે દિવસ દરમ્યાન પોરબંદરમાં ધીમી ધારે અડધોથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે.

પોરબંદરમાં ગઇકાલે 1 થી 2 ઇંચ વરસેલા વરસાદ બાદ રાત્રીના વરસાદે વિરામ લીધો હતો જો કે સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો હોય આજે દિવસ દરમ્યાન સમગ્ર જીલ્લામાં ઝરમર વરસેલા વરસાદે અડધો થી પોણો ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. જયારે કે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળેલ છે.

આજે પોરબંદરમાં સાંજે 8 વાગ્યા સુધીમાં 22 મીમી, રાણાવાવમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. જયારે કે કુતિયાણામાં કોઇ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જયારેકે જીલ્લાના ઘેડ પંથકના ગામડાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તેવી જ રીતે બરડા પંથકમાં બગવદર, મોઢવાડા, ફટાણા, શીતળા, નાગકા તથા બખરલા ગામે સતત ચોથા દિવસે વરસેલા વરસાદે દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા ખેતરોમાં વાવેલા મગફળી અને કપાસના પાકને પાણી મળી રહેતા ધરતીપુત્રોએ નિરાંતનો શ્વાસ લીધો છે.

મોસમનો કુલ વરસાદ
પોરબંદર150
રાણાવાવ118
કુતિયાણા139

આવતીકાલે પણ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં બંધાયેલી વરસાદી સીસ્ટમને લીધે પોરબંદરમાં ચાર દિવસથી વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા ત્રણ દિવસથી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ આવતીકાલે ગુરૂવારે પણ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...